For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલાઓના સર્વાઈકલ કેન્સરની સારવાર માટે આવી ગઈ સસ્તી અને સુલભ વેક્સિન, જાણો વધુ

Updated: Jul 14th, 2022

Article Content Image

- પહેલી ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન(quadrivalent vaccine) અને બાયવેલેન્ટ વેક્સિન છે, ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ રૂ. 2,800 અને બાયવેલેન્ટ વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 3,299 રૂપિયા છે

નવી દિલ્હી, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

સર્વાઈકલ કેન્સર સામે ભારતની પ્રથમ ક્વાડ્રિવેલેન્ટ હ્યુમન પૈપિલોમાવાયરસ વેક્સિન(HPV)ને માર્કેટ અધિકૃતતા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી મળી છે. HPV વેક્સિનનો હેતુ મહિલાઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવાનો છે. આ રસી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી રહી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ 12 જુલાઈના રોજ મંગળવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરની સારવાર માટે પહેલીવાર ભારતીય HPV વેક્સિન બનાવવામાં આવશે. આ વેક્સિન સસ્તી અને સુલભ હશે. આ વેક્સિન આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે.

અહેવાલ અનુસાર, નિષ્ણાતો આ વેક્સિનને સર્વાઈકલ કેન્સર ખતમ કરવાના રૂપમાં જોઈ રહ્યા છે. આ સાથે જ નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે, તેને રાષ્ટ્રીય HPV વેક્સિનેશન વ્યુરચનામાં લાગુ કરવામાં આવશે અને હાલની વેક્સિન કરતા ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે. અહેવાલ અનુસાર, સર્વાઈકલ કેન્સરને કારણે દેશમાં દર 8 મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે. આ બિમારીને અટકાવી શકાય છે પરંતુ તે ત્યારે જ શક્ય છે જ્યારે તમને આ બિમારી અંગે વહેલી તકે જાણવા મળે અને તેની યોગ્ય રીતે સારવાર મળે.

Article Content Image

- ભારત સર્વાઈકલ કેન્સરના કેસમાં 5માં ક્રમે 

વિશ્વભરમાં સર્વાઈકલ કેન્સર બીજા નંબરનું સૌથી સામાન્ય કેન્સર છે. તે 15થી 44 વર્ષની મહિલાઓમાં કેન્સરથી થનાર મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC-WHO) અનુસાર, ભારતમાં દર વર્ષે સર્વાઈકલ કેન્સરના 1.23 લાખ કેસ નોંધાય છે. જેમાં લગભગ 67,000 મહિલાઓ મૃત્યુ પામે છે. ભારત સર્વાઈકલ કેન્સરના કેસમાં પાંચમા ક્રમે છે.

- નવી વેક્સિનની કિંમત શું હશે ?

હાલમાં ભારતમાં વૈશ્વિક સ્તરે લાઈસન્સ પ્રાપ્ત 2 વેક્સિન ઉપલબ્ધ છે. પહેલી ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન(quadrivalent vaccine) અને બાયવેલેન્ટ વેક્સિન છે. ક્વાડ્રિવેલેન્ટ વેક્સિન વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ રૂ. 2,800 અને બાયવેલેન્ટ વેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 3,299 રૂપિયા છે. નવી વેક્સિનની હેપેટાઈટિસ B વેક્સિન જેવી જ VLPs (Virus-like particles) પર આધારિત છે. તે HVP વાયરસના L1 પ્રોટીન સામે એન્ટિબોડીઝ પેદા કરીને રક્ષણ પૂરું પાડે છે. હાલમાં આ વેક્સિનની કિંમત અંગે કોઈ વિગતો સામે આવી નથી. 


Gujarat