For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માઇગ્રેનના દુખાવાથી પરેશાન રહો છો? તો આ ઘરેલૂ નુસ્ખો અજમાવી જુઓ, રાહત મળશે

Updated: Mar 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 15 માર્ચ 2021, સોમવાર 

માઇગ્રેન એક ન્યૂરૉલૉજિકલ કન્ડીશન છે જેમાં માથામાં તીવ્ર દુખાવો અને ભારેપણું રહે છે. ઘણીવાર માઇગ્રેનના કારણે લોકોને ઉલ્ટી, ચક્કર આવવા, શરીરનો કોઇ ભાગમાં ખાલી ચડવી અને તીવ્ર અવાજ તેમજ રોશનીમાં મુશ્કેલી પડવા જેવી સમસ્યા થવા લાગે છે. જો કે આ કોઇ પણ ઉંમરના લોકોને થઇ શકે છે પરંતુ મહિલાઓ માઇગ્રેનની વધુ શિકાર બને છે. આ ઉપરાંત માતા અથવા પિતામાં કોઇને માઇગ્રેનની ફરિયાદ રહે છે તો શક્ય છે કે બાળકો પણ તેના શિકાર બની જાય. 

માઇગ્રેશન કેમ થાય છે?

અત્યાર સુધી કોઇ પણ શોધમાં જાણકારી નથી મળી કે તેના હોવાનું કારણ શું છે. પરંતુ આ કયા કારણોથી વધે છે તે જણાવી શકાય છે. માહિતી અનુસાર બ્રેઇનમાં રહેલ કેમિકલ સેરોટોનિન જ્યારે નિશ્ચિત લેવલથી ઓછુ થવા લાગે છે ત્યારે માઇગ્રેઇન ટ્રિગર કરે છે. આ ઉપરાંત તીવ્ર રોશનીમાં 

વધુ સમય સુધી રહેવું, વધારે ગરમી, ડીહાઇડ્રેશન, બોરોમેટ્રિક પ્રેશરમાં ફેરફાર, હોર્મોનલ ચેન્જ, પ્રેગનેન્સી, મહિલાઓમાં પીરિયડ, સૌથી વધારે સ્ટ્રેસ, તીવ્ર અવાજ, અપૂરતી ઊંઘ, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ વગેરે માઇગ્રેઇનનું કારણ હોઇ શકે છે. 

ઉપાય શું છે?

જો તમે ક્રોનિક માઇગ્રેનથી ગ્રસ્ત છો તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. જો કે, ભોજન અને લાઇફ સ્ટાઇલમાં ફેરફાર કરીને પણ થોડીક રાહત મેળવી શકો છો, આ સાથે જ કેટલાક ઘરેલૂ ઉપાયને અજમાવીને પણ તમે આ દુખાવાથી બચી શકો છો. 

શું છે ઘરેલૂ ઉપાય?

- જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય, બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં ઘણો આરામ મળશે. 

- દરરોજ સવારે ખાલી પેટ થોડોક ગોળનો ટુકડો મોઢામાં રાખો અને ઠંડાં દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેઇનના દુખાવામાં ઘણો આરામ મળે છે. 

- આદુનો એક નાનકડો ટુકડો દાંતની વચ્ચે દબાવી લો અને તેને ચૂસતાં રહો. માઇગ્રેઇનના દુખાવાને ઓછો કરવામાં મદદ મળશે. 

- તજને દળીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો. દુખાવાથી રાહત મળશે. 

- લવિંગના પાઉડરમાં મીઠું નાંખીને તેને દૂધની સાથે પી લો. 

- તીવ્ર રોશનીથી પણ માઇગ્રેઇનનો દુખાવો થાય છે. એવામાં માઇગ્રેઇનની સમસ્યા થવા પર તીવ્ર રોશનીથી શક્ય હોય તેટલું દૂર રહો. 

- ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂઇ જાઓ. સારી અને પૂરતી ઊંઘ લેવા પર માઇગ્રેઇનની સમસ્યામાં આરામ મળે છે. 

Gujarat