Get The App

તમે પણ ગોલ્ડન કિશમિશના શોખીન હોવ તો સાવધાન! FDA એ નોટિસ જાહેર કરી પાછી મગાવી

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
તમે પણ ગોલ્ડન કિશમિશના શોખીન હોવ તો સાવધાન! FDA એ નોટિસ જાહેર કરી પાછી મગાવી 1 - image


Golden Raisins: જો તમે તમારા આરોગ્ય પ્રત્યે સજાગ છો અને અમેરિકન ગોલ્ડન કિસમિસનું સેવન કરો છો, તો સાવચેત થઈ જજો.  યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ હાલમાં જ આ અંગે એક નોટિસ જારી કરી છે, જેમાં ગોલ્ડન કિસમિસના પેકને બજારમાંથી પાછા ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. FDA એ તેની નોટિસમાં કહ્યું છે કે ગોલ્ડન કિસમિસના પેકમાં એક કેમિકલ મળી આવ્યું છે, જેમાં કિસમિસનું સેવન કરનારાઓને જીવનો જોખમ છે. આ આદેશ બાદ ન્યુ જર્સીના નિર્વાણ ફૂડ્સે બજારમાંથી તેના 28 ઔંસ ગોલ્ડન કિસમિસના પેકેટ પરત મંગાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર... કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્યું?

કેમિકલ મનુષ્યોમાં ગંભીર એલર્જી પેદા કરે છે

FDA ના કહેવા પ્રમાણે આ કિસમિસના પેકેટમાં સલ્ફાઇટ્સ મળી આવ્યું છે, જે મનુષ્યોમાં ગંભીર એલર્જી પેદા કરે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ કેમિકલ જીવલેણ પણ સાબિત થઈ શકે છે અને દર્દીઓને જીવલેણ એનાફિલેક્ટિક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં કિસમિસની કાળાશ અને ગંદકી દૂર કરવા માટે શુદ્ધિકરણ દરમિયાન સલ્ફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ યુએસ સરકારના નિયમો પ્રમાણે ગોલ્ડન કિસમિસના પેકેટ પર તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો ફરજિયાત છે.

આ કેમિકલ ચિંતાનો વિષય

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) ના કહેવા પ્રમાણે આ કેમિકલ પણ ચિંતાનો વિષય છે, કારણ કે અમેરિકામાં લગભગ 6 ટકા પુખ્ત વયના લોકો અને 8 ટકા બાળકો એલર્જીક રોગોથી પ્રભાવિત છે. બજારમાંથી પાછા ખેંચવામાં આવેલા નિર્વાણ ફૂડ્સનો મોટો જથ્થો ન્યૂ યોર્કના મહારાજા સુપર માર્કેટ અને ન્યૂ જર્સી અને ન્યૂ યોર્કના વિલેજર ફાર્મર્સ માર્કેટ સ્ટોર્સમાં વેચાયો હતો.

અસ્થમાના દર્દીઓ માટે ઝોખમરુપ 

CDC પ્રમાણે સલ્ફાઇટના સેવનથી બીમાર અથવા સંવેદનશીલ વ્યક્તિનું મૃત્યુ કરી શકે છે. આ સિવાય, સામાન્ય લોકોને ગળામાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો અથવા બેભાન થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે, જેને તાત્કાલિક સારવારની જરૂર છે. આ અસ્થમા અને દમના દર્દીઓ માટે કાળરુપ માનવામાં આવે છે. જો વિલંબ થાય તો મૃત્યુનું જોખમ રહેલું છે.

આ પણ વાંચો: સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર

કેમ કરવામાં આવે છે આ કેમિકલનો ઉપયોગ 

તમને જણાવી દઈએ કે, ગોલ્ડન કિસમિસના સપ્લાયર્સ કિસમિસને સોનેરી રંગ આપવા અને તેને સાફ કરવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફાઇટ્સનો ઉપયોગ કરે છે. જો કે, ઘેરા રંગના ગોલ્ડન કિસમિસને આવા કેમિકલથી સફાઈની જરૂર નથી. મોટી વાત એ છે કે સલ્ફાઇટ્સ ટામેટાં, ડુંગળી અને વાઇન જેવા પદાર્થોમાં પણ કુદરતી રીતે જોવા મળે છે. ભારતમાં ગોલ્ડન કિસમિસને સુલ્તાના કિસમિસ પણ કહેવામાં આવે છે. આ બીજ વિનાની જાત છે અને તે સૂકી સફેદ દ્રાક્ષ હોય છે. આ ગોલ્ડન કલરની હોય છે અને અન્ય કિસમિસ કરતાં જાડા, મીઠા અને રસદાર હોય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેમાં પ્રોટીન, આયર્ન અને આવશ્યક વિટામિન્સ પણ હોય છે.

Tags :