For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ ફળો ફ્રિજમાં રાખવાથી નષ્ટ થઈ જાય છે તેમાં રહેલા પોષક તત્ત્વો, ક્યારેય ન કરશો આવી ભૂલ

આ 5 ફળોને ભૂલથી પણ ન મુકશો ફ્રિજમાં

Updated: Jan 12th, 2023

Article Content Image

અમદાવાદ, 12 જાન્યુઆરી 2023  

આજની ફાસ્ટ લાઈફમાં રેફ્રીજરેટરનો વપરાશ આપણે  વધારે પડતો કરતા થઇ ગયા છે. ફ્રિજમાં ફૂડ આઈટમ ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે તેથી તેમાં સ્ટોર કરવાની આપણને આદત પડી જાય છે. બેકરી પ્રોડક્ટ, દૂધની પ્રોડક્ટ કે પછી ફળો અને શાકભાજી આપણે ફ્રિજમાં સ્ટોર કરતા હોઈએ છે. રોજીંદી લાઈફમાં ફ્રુટનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખુબ સારું રહે છે અને ફ્રુટ એ વિટામિન્સનો ખજાનો હોવાને લીધે પણ સૌથી હેલ્ધી ડાયેટ ગણાય છે.  પરંતુ શું તમે જાણો છો કે અમુક ફળો એવા છે જેને ક્યારેય ફ્રિજમાં ન મુકવા જોઈએ.   

આપણામાંથી ઘણાને એવી ટેવ હોય છે કે શનિ-રવિની રજામાં આખા અઠવાડિયાનું શાક અને ફળો એકસાથે ખરીદી લેતા હોઈએ છે અને તેને ફ્રિજમાં સાચવી રાખતા હોઈએ છે. આજની આ ભાગદોડવાળી લાઈફમાં રેફ્રીજરેટરએ ખુબ કામ આવે છે, તેમાં જમવાનું પણ 1-2 દિવસ સુધી ફ્રેશ રહે છે. પણ શું તમે જાણો છો કે અમુક ફ્રૂટ્સ એવા છે કે જો તમે એને ફ્રિજમાં મુકો છો તો તેમાં રહેલા પોષક તત્ત્વો નાશ પામે છે અને પછી તેને ખાવાથી કોઈ ફાયદો થતો નથી, તો આવો જાણીએ ક્યાં એવા ફળો છે જેને ક્યારેય રેફ્રીજરેટરમાં ના મુકવા જોઈએ. 

1.કેળા:
કેળાને રૂમ ટેમ્પરેચરમાં રાખવું જ યોગ્ય છે, જો તેને  રેફ્રીજરેટરમાં મુકવામાં આવે તો તે કાળું પડવા લાગે છે અને જલ્દીથી ખરાબ થઇ જાય છે. કેળામાંથી ઈથાઈનીલ ગેસ નીકળે છે જેના લીધે તે બીજા ફળો કરવા જલ્દી પાકવા લાગે છે. 

2.સફરજન:
સફરજન ખુબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, એક અંગ્રેજી કહેવત પ્રમાણે રોજ એક સફરજનનું સેવન કરવાથી તે તમને ડોક્ટરથી દુર રાખે છે. જો આ સફરજનને  ફ્રિજમાં મુકવામાં આવે તો તેમાં રહેલ પોષક તત્ત્વો નાશ પામે છે. પણ જો તમારે સફરજનને ફ્રિજમાં મુકવું હોય તો કાગળમાં લપેટીને પછી મુકવું જોઈએ. 

3.તરબૂચ:
તરબુચમાં પાણીનો ભાગ વધારે હોય છે જે બોડીને હાયડ્રેટ રાખવા માટે ઘણું સારું છે. તરબૂચ સાઈઝમાં ઘણું મોટું હોય છે એટલે ઘણીવાર આપણને ટેવ હોય છે કે આપણે અડધા કાપેલા તરબૂચને સાચવવા માટે ફ્રિજમાં મૂકી દેતા હોઈએ છે પણ આમ કરવાથી તેમાં રહેલા એન્ટીઓક્સીડ્ન્ટ અને પોષક તત્વો નાશ પામે છે આથી તરબૂચને ક્યારેય ફ્રિજમાં ન મુકવું જોઈએ. 

4.લીચી:
લીચી પણ એક એવું ફળ છે કે જો તેને ફ્રિજમાં મુકવામાં આવે તો તે અંદરથી સડવા લાગે છે અન એતેમાં રહેલા પોષક તત્ત્વો પણ નાશ પામે છે, એટલે જ તેને બજારમાંથી લાવીને તરત જ ખાઈ લેવી જોઈએ.

5.કેરી:
ફળોનો રાજા કહેવાતી કેરી વગર ગરમીની ઋતુ અધુરી લાગે છે. અને ગરમીની સીઝન આવતા જ આપણા બધાના ઘરમાં કેરીના ટોપલા આવી જતા હોય છે, કેરી જલ્દીથી પાકી ન જાય અને વધુ સમય સચવાઈ ને રહી શકે  તે માટે આપણામાંથી ઘણા તેણે ફ્રિજમાં મુકતા હોય છે. પણ આવું કરવાથી કેરીમાં રહેલા પોષક તત્ત્વો અને એન્ટીઓક્સીડ્ન્ટ ઓછા થવા લાગે છે આથી કેરીને પણ ફ્રિજમાં મુકવાનું ટાળવું જોઈએ. 

Gujarat