ફેટી લિવરથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાશો આ 3 વસ્તુ, ડૉક્ટરોએ ચેતવ્યાં
Fatty Liver : આજના સમયમાં ફેટી લિવરના કેસ ખૂબ ઝડપી વધી રહ્યા છે અને તેનું સૌથી મોટુ કારણ ખરાબ ખાન પાન અને વધારે પડતાં પ્રોસેસ્ડ ખોરાકનો આહાર કરવો. પરંતુ જો સમય પહેલા ધ્યાન આપવામાં આવે તો આ ગંભીર બીમારીઓથી બચી શકાય છે. તેના માટે સાચી વાત એ છે કે, તમે ખાવા-પીવાની આદતમાં થોડો ફેરફાર કરો, તો લિવરમાં જમા થયેલી ચરબી ઓછી થઈ શકે છે અને લિવર ડિઝીઝથી ઘણી હદ સુધી બચી શકાય છે.
આ પણ વાંચો: દૂધી સાથે 5 વસ્તુ ક્યારેય ન ખાશો, નહીંતર મુશ્કેલીમાં પડી જશો!
AIIMS, હાર્વર્ડ અને સ્ટેનફોર્ડમાંથી ટ્રેનિંગ લીધેલા ગૅસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડૉ. સોરભ સેઠીએ હાલમાં તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે કેટલીક વસ્તુઓ લિવર માટે ઝેર સમાન છે અને તેનો ત્યાગ કરવો જોઈએ.
તેમનું કહેવું છે કે, જો આપણે ડાયટમાં નાના-નાના ફેરફાર કરીએ તો લિવરના હેલ્થ પર અસરકારક ફેરફાર જોઈ શકાય છે. હવે જોઈએ કે કયા ખાદ્યપદાર્થોથી દૂર રહેવું જોઈએ:
1. શુગરી ડ્રિંક્સ
સોડા અને પૅકેજ્ડ જ્યુસ જેવા શુગરી ડ્રિંક્સમાં વધારે કેલરી હોય છે, જે લિવરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને હાઈ-ફ્રુકટોઝ કોર્ન સિરપવાળા પીણાં લિવરમાં ચરબી જમા કરે છે અને ધીમે ધીમે ફૅટી લિવર ડિઝીઝનું કારણ બની શકે છે.
2. તળેલા ખોરાક
તળેલા ખોરાક ખાવા-પીવા, અને તેમાં પણ ખાસ કરીને ખરાબ તેલમાંથી બનેલા ખોરાક લિવરને ખૂબ નુકસાન પહોંચાડે છે. તેમાં રહેલા ટ્રાન્સ ફેટ્સ અને સૅચ્યુરેટેડ ફેટ્સ લિવરમાં ચરબી જમા કરવામાં મદદરૂપ બને છે. આ સાથે જ તે સોજો, મોટાપો અને ફૅટી લિવર ડિઝીઝના જોખમમાં વધારો કરે છે.
3. વધારે પ્રોસેસ્ડ ફૂડ્સ
પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા કે ચિપ્સ, કેન્ડી, મીઠા સિરિયલ્સ, હૉટ ડૉગ્સ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવા પ્રોસેસ્ડ ફૂડ્સમાં અનહેલ્ધી ફેટ્સ, વધારે ખાંડ અને આર્ટિફિશિયલ એડિટિવ્સ રહેલા હોય છે, જે લિવર પર વધારે પ્રેશર ઊભું કરે છે. જેના કારણે ધીમે ધીમે સોજો તેમજ પાચન સંબંધિત અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે.
તેથી કરીને જો તમે ફેટી લિવર જેવી બીમારીઓથી બચવા માંગો છો અને પોતાના લિવરને સ્વસ્થ રાખવા માંગો છો, તો બની શકે તેટલા આવા ફૂડ્સથી દૂર રહો.