દૂધી સાથે 5 વસ્તુ ક્યારેય ન ખાશો, નહીંતર મુશ્કેલીમાં પડી જશો!
Bottle Gourd: દૂધીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે બોડીને હાઈડ્રેટ રાખવામાં, વજન ઘટાડવામાં, ડાઈઝેશન અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, દૂધીને કેટલીક વસ્તુઓ સાથે ભૂલથી પણ ન ખાવી જોઈએ. ખાસ કરીને એવી વસ્તુઓ જે કાચી અથવા કડવી હોય. તો ચાલો જાણીએ કે, આ કઈ-કઈ વસ્તુઓ છે જેને દૂધી સાથે ન ખાવી જોઈએ.
દૂધ અને દૂધી
ઘણા લોકો દૂધ અને દૂધી એક સાથે ખાય છે. પરંતુ આ બંને સાથે ન ખાવું જોઈએ. આના કારણે ડાઈઝેશન ખરાબ થઈ શકે છે અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
દૂધી અને દહીં
આયુર્વેદ પ્રમાણે દૂધી અને દહીં એકસાથે ખાવાનું ટાળવું જોઈએ. બંને હેલ્ધી છે પરંતુ તેમને એકસાથે ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
કારેલા અને દૂધી
કારેલા અને દૂધી એકસાથે ખાવાની ભૂલ ક્યારેય ન કરવી. કારણ કે બંને શાકભાજી કુકરબિટેસી પરિવારથી આવે છે અને તેમાં ઝેરી કુકરબિટેસી નામનું કમ્પાઉન્ડ વધુ માત્રામાં હોય છે.
આ પણ વાંચો: બસ્તરમાં આતંક ફેલાવનાર નક્સલીઓની મહિલા કમાન્ડર સરન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
તલ
સામાન્ય રીતે તલને સજાવટ માટે ખોરાકમાં ઉમેરવામાં આવે છે, પરંતુ તેને દૂધી સાથે ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. કારણ કે તલ ગરમ હોય છે અને દૂધી ઠંડી હોય છે. જેના કારણે બેલેન્સ બગડી શકે છે.
મૂળો અને દૂધી
મૂળો અને દૂધી ક્યારેય એકસાથે ન ખાવું. બંનેને એકસાથે ખાવાથી ગેસ અને કફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે પણ આ બધી વસ્તુઓ સાથે દૂધી ખાતા હોય, તો આજથી જ તેને એકસાથે ખાવાનું બંધ કરી દો.