ફક્ત કોલેસ્ટ્રોલ નહીં હાર્ટએટેકનું કારણ બેક્ટેરિયા પણ હોઈ શકે છે! વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ચેતવણી
New Study Reveals Shocking Heart Attack Trigger: ઘણા વર્ષોથી ડૉક્ટરો માનતા આવી રહ્યા હતા કે, હાર્ટ એટેક મોટે ભાગે કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન, સ્થૂળતા અને ખોટી લાઇફસ્ટાઇલના કારણે આવે છે. પરંતુ ફિનલૅન્ડ અને યુકેના વૈજ્ઞાનિકોના એક નવા રિસર્ચમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, ધમનીઓમાં છુપાયેલા બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ તેનું કારણ હોઈ શકે છે. આ રિસર્ચ ભવિષ્યમાં હાર્ટ એટેકને સમજવા, તેની સારવાર કરવા અને અટકાવવાની રીતો બદલી શકે છે.
કોણે કરી સ્ટડી
આ સ્ટડી ફિનલેન્ડની ટેમ્પેરે અને ઓઉલુ યુનિવર્સિટી, ફિનિશ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ વેલ્ફેર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરી હતી. આ માટે તેઓએ એ લોકોના સેમ્પલ લીધા હતા જેઓ અચાનક હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા અને ગંભીર ધમનીની બીમારીના કારણે સર્જરી કરવામાં આવી રહી હતી. આ રિસર્ચ યુરોપિયન યુનિયન દ્વારા ચલાવવામાં આવતા એક મોટા પ્રોજેક્ટનો ભાગ હતો, જેમાં 11 દેશો સામેલ હતા. તેને ફિનિશ ફાઉન્ડેશન ફોર કાર્ડિયોવાસ્ક્યુલર રિસર્ચ અને જેન એન્ડ એટોસ એર્કો ફાઉન્ડેશન તરફથી પણ મદદ મળી હતી.
આ પણ વાંચો: રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન!
રિસર્ચર્સે શોધી કાઢ્યું છે કે, બેક્ટેરિયાની પાતળી લેયર્સ જેને બાયોફિલ્મ્સ કહેવાય છે, તે તમારી ધમનીઓમાં જમા થતી ફેટ(પ્લેક)ની અંદર છુપાઈ શકે છે. આ બેક્ટેરિયા વર્ષો સુધી, ક્યારેક દાયકાઓ સુધી, કોઈપણ લક્ષણો વિના શાંત રહી શકે છે. બાયોફિલ્મ તેને એક ઢાલની જેમ રક્ષણ આપે છે, જેના કારણે તેઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ અથવા એન્ટિબાયોટિક્સની પકડમાં નથી આવતા.
હાર્ટ એટેક કયા કારણોસર આવે છે?
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, વાઇરલ સંક્રમણ અથવા અન્ય કારણ આ છુપાયેલા બેક્ટેરિયાને એક્ટિવ કરી શકે છે. જ્યારે તે એક્ટિવ થાય છે, ત્યારે તેઓ ધમનીઓની અંદર બળતરા પેદા કરે છે અને ત્યાં જમા થયેલી ચરબીને અસ્થિર બનાવી દે છે. જો આ ચરબી ફાટી જાય છે, તો લોહીનો ગઠ્ઠો (ક્લોટ) બની શકે છે. આ ક્લોટ લોહીના પ્રવાહને રોકે છે અને આના કારણે હાર્ટ એટેક આવી શકે છે.