For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હજુ કોરોનાથી છૂટકારો પણ નથી મળ્યો ત્યાં તો ચીનમાં નવા વાયરસે દસ્તક દીધી

- આ નવો વાયરસ પણ કોરોના મહામારી જેવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યાતાઓ વ્યક્ત કરવામાં આવી

Updated: Jul 1st, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 01 જુલાઇ 2020, બુધવાર 

ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. લાખો લોકો આ ખતરનાક વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ત્યારે કેટલાય મહીનાઓથી શરૂ થયેલ આ વાયરસ તમામ પ્રયત્નો છતાંં અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. હજુ આ વાયરસથી છૂટકારો મળ્યો પણ નથી કે એક બીજા વાયરસે ચીનમાં દસ્તક દીધી છે. આ ખુલાસો ચીનના એક સાઇન્ટિસ્ટે કર્યો છે.. 

આ વાયરસ વર્ષ 2009માં આવેલા સ્વાઇન ફ્લૂ જેવો જ છે તાજેતરમાં ચીનના વૈજ્ઞાનિકને એક નવા ફ્લૂ વાયરસ વિશે જાણવા મળ્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાયરસ પણ મહામારીનું રૂપ લઇ શકે છે. રિસર્ચ કર્તાઓએ આ વાયરસને G4 EA H1N1નું નામ આપ્યું છે. આ વાયરસ વર્ષ 2009માં આવેલા સ્વાઇન ફ્લૂ જેવું જ છે. જો કે, સ્વાઇન ફ્લૂ કરતાં થોડુક અલગ હોવાનું પણ જાણવા મળ્યું છે..     

આ વાયરસ પણ કોરોનાની જેમ મહામારીનું રૂપ લઇ શકે છે. માહિતી અનુસાર તો આ નવો વાયરસ મનુષ્યને ખરાબ રીતે ચેપ ફેલાવવાની શક્તિ ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટ્રેઇન ભૂંડમાં જોવા મળે છે. આ સાથે તે મનુષ્યમાં પણ ચેપ ફેલાવી શકે છે. ત્યારે રિસર્ચ કરતા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ વાયરસ ગમે ત્યારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે અને સરળતાથી આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઇ શકે છે.

Gujarat