કોરોના પછી હવે શ્વાસના દર્દીઓના કેસમાં 30 ટકાનો વધારો, જુઓ શું છે કારણ??

છેલ્લા 7 દિવસમાં હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં વધારો

વાયુ પ્રદૂષણએ શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે એક મુખ્ય જોખમ પરિબળ તરીકે વર્તે છે

Updated: Jan 9th, 2023

Image: .envato


વિશ્વ સ્તરે કોરોનાના વધતા જોખમ વચ્ચે ભારતમાં શ્વાસની તકલીફ વાળા દર્દીઓના કેસમાં 30 ટકાનો વધારો નોધાયો છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા 7 દિવસમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં વધારો નોધાતા ચિંતામાં વધી. તેમાંથી કેટલાકને લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે ICUમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. તેને કોરોના સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ વધતા પ્રદૂષણને તેનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે.

તાજેતરના એક અહેવાલમાં, આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું હતું કે, ઠંડા હવામાન અને વધતા પ્રદૂષણના સ્તરને કારણે, હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓની સંખ્યા પણ વધારો નોધાયો છે. આમાંના ઘણા દર્દીઓની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. ડોક્ટરો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહેલાથી જ વધી રહેલા પ્રદૂષણ વચ્ચે આ ઠંડીનું વાતાવરણ શ્વાસના દર્દીઓ માટે ઘણી તકલીફો ઉભી કરી રહી છે, જેના કારણે જોખમ વધી ગયું છે. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ છે, તેઓએ આ દિવસોમાં સાવધાન રહેવા અંગેની પણ વાત કરી હતી.

શ્વાસની તકલીફ વધવાનું કારણ પ્રદૂષણ
વાયુ પ્રદૂષણએ શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે એક મુખ્ય જોખમ પરિબળ તરીકે વર્તે છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે, વાયુ પ્રદૂષણના સીધા સંપર્કમાં આવવાથી વાયુમાર્ગ અને ફેફસાં સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જતું હોય છે. આ ઉપરાંત, પ્રદૂષિત હવામાં હાજર હાનિકારક રસાયણો પહેલાથી અસ્તિત્વમાં રહેલી શ્વસન સમસ્યાઓને ઉત્તેજિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અસ્થમા અને બ્રોન્કાઇટિસના લક્ષણો વધુ ખરાબ થવાનું જોખમ રહેતું હોય છે.

    Sports

    RECENT NEWS