Gujarat
નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર યુવકના છાતીમાં ઘા ઝીંકી હત્યા
By GS TEAM
25 Oct 20251 min read
નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જુના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જુના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઘટના અંગે મિતેશ સોલંકી રહે દિલારામ કમ્પાઉન્ડ અલકાપુરી મૂળ રહે ફતેપુરાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારો નાનો ભાઈ અક્ષય તથા તેની પત્ની ફતેપુરામાં રહે છે. ગત 21મી તારીખે મોડી રાત્રે જુના ઝઘડા અદાવતે આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઈ સોલંકી એ મારા ભાઈ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી છાતીમાં ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.