Gujarat

જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

By GS TEAM
3 Jan 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક વિભાપર ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ઋષિભાઈ નામનો 24 વર્ષ નો એક યુવાન અકસ્માતે 200 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ખાબક્યો હતો. જ્યાં પાણી ભરેલું હોવાથી અને તેની અંદર એક પાઇપલાઇન હોવાથી પોતે પાઇપ ને પકડીને ઉપર તરતો રહ્યો હતો, અને તેણે બચાવવા માટેની અનેક બૂમો પાડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક યુવાન 200 ફૂટ ઉંડા પાણી ભરેલા કુવામાં પડી જતાં દોડધામ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

Jamnagar News: જામનગર નજીક વિભાપર ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ઋષિભાઈ નામનો 24 વર્ષ નો એક યુવાન અકસ્માતે 200 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ખાબક્યો હતો. જ્યાં પાણી ભરેલું હોવાથી અને તેની અંદર એક પાઇપલાઇન હોવાથી પોતે પાઇપ ને પકડીને ઉપર તરતો રહ્યો હતો, અને તેણે બચાવવા માટેની અનેક બૂમો પાડી હતી.

 ઉપરોક્ત વાડી એક અલગ સ્થળે આવેલી હોવાથી કોઈનું ધ્યાન પડ્યું ન હતું, પરંતુ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુની વાડીમાં જ ખેતીવાડી સંભાળતા દિપકભાઈ દોમડીયા ને તેનો અવાજ સંભળાતાં ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું, દરમિયાન કૂવામાં પડેલી વ્યક્તિએ પોતાનું નામ ઋષિ હોવાનું જણાવ્યું હતું, અને અકસ્માતે કુવામાં પડી ગયો છે, અને બહાર કાઢવા વિનંતી કરી હતી.

જેથી દીપકભાઈ દોમડીયાએ  તુરતજ આસપાસના લોકોને બોલાવી લીધા હતા, જ્યારે ફાયર બ્રિગેડ ની ટીમ તથા 108 ની ટીમને પણ જાણ કરી દીધી હતી. સર્વેએ એકત્ર થઈને કૂવાની અંદર દોરડા વગેરે નાખી યુવાનને સહી સલામત રીતે બહાર કાઢી લીધો હતો. 108 ની ટીમે પણ તેની ચકાસણી કર્યા બાદ પોતે સ્વસ્થ હોવાથી પરિવાર સાથે તેને ઘરે જવા દીધો હતો, અને  સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.