Get The App

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત

બે મિત્રો ટુ વ્હિલર લઇને હાઇવે પર નીકળ્યા હતા

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત 1 - image

 વડોદરા,નેશનલ  હાઇવે પર મોપેડ લઇને જતા બે મિત્રોનું ટુ વ્હિલર આગળ જતા વાહનમાં પાછળથી ઘુસી જતા એકનું મોત થયું છે.

છાણી ગામ પટેલ નગર સોસાયટીમાં રહેતો  શ્રમજીવી કાર્તિક દિનેશભાઇ ગાંધી ગત ૨૬ મી તારીખે રાત્રે  આઠ વાગ્યે તેના મિત્ર મોહિત રાજેશભાઇ વાળંદ,ઉં.વ.૩૦ (રહે. ભગીરથ સોસાયટી, છાણી જકાતનાકા) સાથે તેના મોપેડ પર દુમાડથી છાણીગામ તરફ આવી રહ્યા હતા. મોહિત મોપેડ ચલાવતો હતો. નેશનલ હાઇવે પર દુમાડ ચોકડીથી વાસદ તરફ જવાના  રોડ પર અજાણ્યા વાહનની પાછળ તેઓ ધડાકાભેર અથડાતા બંને ફંગોળાઇને  રોડ પર પડયા હતા. કાર્તિકને હાથ, પગ, હોઠ અને માથાના ભાગે ઇજા થઇ હતી. જ્યારે મોહિતને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ  જવાયા હતા. કાર્તિકને સારવાર પછી રજા આપી દેવાઇ છે. જ્યારે મોહિતની તબિયત વધારે બગડતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો  હતો. જ્યાં તેનું મોત થયું છે. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.