Gujarat

ગોઠાજ પાસે ચાલુ ટ્રેને પટકાતા યુવકનું મોત

By GS TEAM
1 Nov 20251 min read
ગોઠાજ પાસે ચાલુ ટ્રેને પટકાતા યુવકનું મોત

- નડિયાદ રેલવે પોલીસની કાર્યવાહી

- ગોરખપુર- અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી યુપીનો યુવક પડી ગયો

નડિયાદ : ગોઠાજ પાસેથી પસાર થતી ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું કપાઈ જવાથી મોત નિપજ્યું હતું. 

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સિકંદરપુર તાલુકાના શિવાન કલા ગામનો યુવક અમિત રાજભર મંગેશર ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતો હતો. ટ્રેન નડિયાદથી અમદાવાદ તરફ જતી હતી. ત્યારે ગોઠાજ નજીક ચાલુ ટ્રેનમાંથી કોઈ કારણસર યુવક નીચે પડી જતા રેલવે લાઈન પર કપાઈ જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

યુવકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવતા ટ્રેનમાંથી પડી ગયેલા યુવક અમિત રાજભર મંગેશર (ઉં.વ.૨૦) હોવાની ઓળખ થઈ હતી. આ બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.