Gujarat

અમદાવાદમાં સોલા પોલીસે મોજશોખ માટે સ્પોર્ટસ બાઇકની ચોરી કરતા યુવકને ઝડપી પાડ્યો

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં સોલા પોલીસે સ્પોર્ટ્સ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે વિકાસ પરમારને ચોરીના બાઇક સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં સામે આવ્યું કે તેણે મિત્રો સાથે મળી વાસણા, વ્યાસવાડી, સતાધાર ચાર રસ્તા, વસ્ત્રાપુર અને આનંદનગરમાંથી 6 બાઇકની ચોરી કરી AMC પાર્કિંગમાં સંતાડ્યા હતા. આ બાઇક મોજશોખ માટે વાપરી રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સોલા પોલીસે મોજશોખ માટે સ્પોર્ટસ બાઇકની ચોરી કરતા યુવકને ઝડપી પાડ્યો

Ahmedabad Crime news : સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી એક સ્પોર્ટસ બાઇકની ચોરી થઇ હતી. જે અનુસંધાનમાં પોલીસે સીસીટીવી એનાલીસીસ અને બાતમીના આધારે વિકાસ પરમાર (રહે. મેમનગર, ઘાટલોડિયા) નામના ચોરીના બાઇક સાથે ઝડપી લીધો હતો. તેની સઘન પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે તેના મિત્રોની સાથે મળીને શહેરના વાસણા, વ્યાસવાડી, સતાધાર ચાર રસ્તા, વસ્ત્રાપુર, આનંદનગરમાંંથી પણ બાઇકની ચોરી કરીને એએમસીના પાર્કિગ પ્લોટમાં સંતાડયા હતા.

જેના આધારે પોલીસે તપાસ કરતા કુલ છ બાઇક જપ્ત કર્યા હતા. આ બાઇકને મોજશોખ માટે ફેરવીને બાદમાં રાજસ્થાનમાં સસ્તામાં વેચાણ કરતા હતા. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ માત્ર સ્પોર્ટસ બાઇકને જ ટારગેટ કરતા હતા. આરોપીઓ રાજસ્થાનના વતની હતા અને ઘરઘાટી તેમજ અન્ય કામકાજ માટે અમદાવાદમાં રહેતા હતા. રાજસ્થાનના ગામડાઓમાં યુવકોને સસ્તામા બાઇક આપતા હતા. જેથી એડવાન્સમાં ગ્રાહકો મળી રહેતા હતા.