Gujarat

બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો

By GS TEAM
29 Oct 20251 min read
બાઇક સવારે યુવતીનો હાથ પકડી કહ્યું,ચાલ બેસી જા..ઠપકો આપનાર પરિવારજનો પર હુમલો

વડોદરાઃ કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં એક છોકરીની છેડતી કરનાર યુવક સહિત ત્રણ જણાએ કન્યાના પિતા અને ભાઇઓ પર હુમલો કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

હુમલાનો ભોગ બનેલા  પિતાએ પોલીસને કહ્યું છે કે,મારી પુત્રી અને ભાણી વડાપાંવ લેવા નીકળ્યા હતા તે દરમિયાન અદનાન નામના યુવકે તેને આખોથી ઇશારા કર્યા હતા.ત્યારબાદ મારી પુત્રી ભાણીને મુકીને પરત આવતી હતી ત્યારે રસ્તામાં યુવકે તેને રોકી હાથ પકડયો હતો અને મારી સાથે બાઇક પર બેસીજા તેમ કહ્યું હતું.

જેથી હું અને મારા બે ભાણીયા યુવકને સમજાવવા જતાં અદનાન,તેની બાઇક પાછળ બેઠેલા અબ્બાસ અને ઝાફર હુસેને અમને ચાવી તેમજ પંચ વડે માર માર્યો હતો. કારેલીબાગ પોલીસે આ અંગે ત્રણેય હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.