For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્મીમેરમાં દવા માટે ડાયરી વગર લાલ કેસ ઉપર પ્રિસ્ક્રિપ્શન લખાવનાર યુવાન ઝડપાયો

Updated: Apr 28th, 2024

સ્મીમેરમાં દવા માટે ડાયરી વગર લાલ કેસ ઉપર પ્રિસ્ક્રિપ્શન લખાવનાર યુવાન ઝડપાયો

- સિનિયર આરએમઓ જાતે જ બે -બે કેસ પેપર સાથે શંકાસ્પદ યુવાનને ઝડપી પાડયો : પ્રિસ્ક્રિપ્શન બારીના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી

    સુરત,:

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી શુક્રવારે સવારે ગોડાદરાનો એક શંકાસ્પદ યુવાન પાસે ડાયરી વગર બે -બે લાલ કેસ પર લઈને આવતા સિનિયર આરએમઓ ઝડપી પાડતા હોબાળો મચી ગયો હતો.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં વિવિધ જગ્યએ શુક્રવારે સવારે સિનિયર આર.એમ.ઓ ડો.જયેશ પટેલ રાઉન્ડ ઉપર નીકળ્યા હતા. તે સમયે સ્મીમેરમાં દવા લખવા માટેની  પ્રિસ્કિપ્સન  બારી નજીકમાં શંકાસ્પદ હાલતમા એક યુવાને પકડી પાડયા હતા. જોકે  તે યુવાન પાસેથી બે લાલ કેસ પેપર મળી આવ્યા હતા. બાદમાં આરએમઓ દ્વારા આ અંગે ચકાસણી કરવામાં આવતા તે યુવાન ખોટી રીતે લાલ કેસ પેપર લઈને આવ્યો હશે ? કેમ કે તેની સાથે કોઈ દર્દી નહીં હતું અને ડાયરી પણ નહીં હતી. જયારે ડાયરી વગર દવાના પ્રિસ્કિપ્સન નહીં લખાવમાં આવે છે. તેમ છતાં તેને  બારી ઉપરથી પ્રિસ્કિપ્સન લખી આપવામાં આવ્યું હતું.

નોધનીય છે કે, નિયમ મુજબ લાલ કેસ પેપર સાથે દર્દી અને ડાયરી હોવું જરૃરી છે. દર્દીને જોયા બાદ જ ડાયરી જોઈને બારી પરથી લાલ કેસ ઉપર પ્રિસ્કિપ્સન લખી આપવામાં આવે છે.કેમ કે ડાયરીની અંદર દવા અને હિસાબની એન્ટ્રી કરવામાં આવે છે. જોકે આ ખોટું જણાઈ આવતા ગોડાદરામાં રહેતો અશોક નામક યુવાન પાસેથી બને કેસ પેપર કબ્જે કર્યા હતા.બાદમાં તેને જવા દેવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે લાલ કેસ પેપર સાથે પકડાયેલો યુવાન ઘણા સમયથી સ્મીમેર ખાતે આટાફેરા મારતો હતો.અને કોઈના પણ નામના કેસ પેપરો લઈને આવે હતો અને ડાયરી વગર જ  પ્રિસ્કીપશન બારી પરથી દવા લખાવીને જાય છે. જયારે સ્મીમેર હોસ્પિટલના જ કેટલાક કર્મચારીઓની આવા યુવાન સાથે કથિત મીલીભગત હોવાની વાતો પણ વહેતી થઇ હતી. આ અંગે યોગ્ય અને ઉંડાણપૂવર્ક તપાસ થાય તો અમુક કર્મચારીએ આ કૌભાંડ કે ગેરકાયદે દવાનો વ્યવહાર કરવામાં આવતો હોવાનું પણ બાહર આવવાની સકતા હોવાની ચર્ચાએ જોર પકડયુ હતું.  સ્મીમેરના  આર.એમ.ઓએ ડો. જયેશ પટેલે જણાવ્યું હતું કે, બારી ઉપર ફરજ બજાવતા અને લાલ કેસ પર પ્રિસ્કિપ્સન લખી આપનાર કર્મચારીને  તુરંત બારી પરથી હટાવી દેવામાં આવ્યો છે. આ અંગે યોગ્ય તાપસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat