Gujarat

જામનગર નજીક સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાઈ પડતાં અપમૃત્યુ

By GS TEAM
12 Nov 20251 min read
TukuTouch Logo
સિક્કાના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સિક્કામાં ખાનગી કંપનીના એરિયામાં મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાઈ પડતાં અપમૃત્યુ

Jamnagar : જામનગર નજીક સિક્કામાં શ્રીજી સોસાયટીમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો શુંશાંતો સુબેન્દુ મહંતો નામનો 24 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન સિકકા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના એરિયામાં ટેન્ક ઉપર ચડીને સમારકામ કરી રહ્યો હતો.

 જે દરમિયાન અકસ્માતે બીજા માળેથી નીચે પટકાઈ પડતાં ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો, અને તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે જય કિશોરભાઈ દતાણીએ પોલીસને જાણ કરતાં સિક્કાના પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.