આજે વિશ્વ શ્રવણ દિવસ: બહેરાશના કેસમાં ચિંતાજનક વધારો, સિવિલમાં મહિને 158થી વધુ દર્દી

World Hearing Day: મોબાઈલમાં ઈયરફોનનો ઉપયોગ આપણા રોજીંદા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ, ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ બહેરાશને નોતરે છે. અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા. પરંતુ, ઈયરફોનના ઉપયોગથી બાળકોમાં પણ બહેરાશની સમસ્યા જોવા મળી રહી છે. આજે‘વિશ્વ શ્રવણ દિવસ' છે ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ચિંતાનો વિષય છે.
બહેરાશની સમસ્યા પ્રત્યે જાગૃતિનો અભાવ
ડૉક્ટરોના મતે સાંભળવાની પ્રક્રિયામાં કાનના તંતુઓ કામ કરે છે. આ તંતુ સામાન્ય છે કે તકલીફવાળા તે તપાસથી ખબર પડે છે. 60 ડેસિબલ કમ્ફર્ટ લેવલ છે. આથી જેમ-જેમ થ્રેશહોલ્ડ વધતો જાય તેમ તેમ સમસ્યા વધવા લાગે છે. બહેરાશને લઇને આજે પણ આપણાં સમાજમાં એક પ્રકારે આંખ આડા કાન કરી દેવામાં આવે છે. બહેરાશની સમસ્યા પ્રત્યે જાગૃતિના અભાવે અસ્માત, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. ઘણાં બાળકોનો વિકાસ પણ બહેરાશની સમસ્યા પ્રત્યે દુર્લક્ષ રાખવાથી રૂંધાઈ જાય છે. સાંભળવામાં સહેજપણ સમસ્યા લાગે તો વ્યક્તિએ તાકીદે ઈએનટીનો સંપર્ક કરવો જોઈએ. જેમ દ્રષ્ટિમાં ઉણપ આવે તો તેના માટે આંખે ચશ્મા પહેરીએ છીએ તેવી જ રીતે સાંભળવામાં સમસ્યા નડે તો તેના માટે હિયરિંગ એઇડ્સ સહિતના વિવિધ વિકલ્પો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI આધારિત CCTV ગોઠવાશે, હાલમાં 5400થી સર્વેલન્સ
જન્મજાત બહેરાશને કારણે બાળકોનો વિકાસ સંકુચિત થતો જાય છે. દરેક બાળક સરસ રીતે સાંભળી અને બોલી શકે તે માટે સરકાર દ્વારા મફત કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરી આપવામાં આવે છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને કોક્લિયર ઈમ્પ્લાન્ટ નિઃશુલ્ક મળી રહે છે. સોલા સિવિલ હોસ્પિટલાં ઈએનટી વિભાગના હેડ ડૉ. નીના ભૂલડિયાએ જણાવ્યું કે, વર્ષ 2024માં સોલા ઓડિયોલોજ કોલેજમાં સ્પીચ થેરાપીના કુલ 4079 સેશન બાળકો માટે શક્ય બન્યા છે. વયસ્કમાં બહેરાશની સમસ્યા આગળ જતાં ડિપ્રેશન પણ લાવી શકે છે. આ વર્ષે 1900 જેટલા લોકોનું સોલા સિવિલમાં બહેરાશનું નિદાન થયું છે.'
આ પણ વાંચોઃ ઓડિટ રિપોર્ટમાં પંચાયતોનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો, બાળસખા-ચિરંજીવી યોજનામાં ગોટાળા
85 ડેસિબલથી વધુનો અવાજ સતત સાંભળવાથી બહેરાશનું જોખમ
ડોક્ટરોના મતે 60 ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સલામત ગણાય છે. 85 ડેસિબલ કે તેથી વધુનો અવાજ સતત સાંભળવાથી અંશતઃ કે કાયમી બહેરાશ આવી જાય તેનું જોખમ રહેલું છે. ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે. 30 મિનિટથી ઈયરફોનનો કરવો ન જોઈએ.

