Get The App

અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI આધારિત CCTV ગોઠવાશે, હાલમાં 5400 સર્વેલન્સ

Updated: Mar 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI આધારિત CCTV ગોઠવાશે, હાલમાં 5400 સર્વેલન્સ 1 - image


AI CCTV in Ahmedabad: દાયકામાં વિકાસ પામેલા અમદાવાદમાં સલામતી સુદૃઢ બનાવવા માટે વધુ 106 AI સીસીટીવી લગાવવા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. રીંગ રોડ અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે. ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી એએમસી દ્વારા લગાવાયેલા 5400 સીસીટીવી ઉપરાંત સોસાયટીઓ, ઘર, દુકાનોના એક લાખ ખાનગી કેમેરાના ફૂટેજ ઉપયોગી બને છે.

નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યા

વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા તે પછી સીસીટીવીની જરૂરિયાત સમજાઈ હતી. અમદાવાદમાં પોલીસે પ્રથમ વખત વર્ષ 2011-12માં 82 લોકેશન ઉપર સીસીટીવી લગાવ્યા હતા. આ પછી વર્ષ 2017માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા 2117 સીસીટીવી લગાવીને આધુનિક કન્ટ્રોલ રૂમ શરુ કર્યો હતો. આ પછી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યા હતા. બીઆરટીએસ રૂટ અને બસ સ્ટોપ ઉપરાંત રથયાત્રા રૂટ અને તાજિયાના રૂટ ઉપર સીસીટીવી છે. હાલમાં અમદાવાદમાં પોલીસ અને એએમસીના 5400 સીસીટીવીનું નેટવર્ક છે. 

આ પણ વાંચો: 'મને બ્લેકમેઈલ કરતી હતી...' કોંગ્રેસની મહિલા નેતા હિમાનીનો હત્યારો પકડાયો, ચોંકાવનારા ખુલાસા થયા


106 કેમેરા ક્યાં લગાવાશે 

આવનારા છ મહિનામાં શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને નવા વિકસેલા વિસ્તારોમાં વધુ 106 કેમેરા લગાવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને પોલીસે કરેલા સંયુક્ત આયોજનથી વિતેલા દશકામાં વિકાસ પામેલા વિસ્તારોમાં આ કેમેરા ગોઠવાશે. આ તમામ કેમેરા AIથી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે.

ટ્રાફિક-એ: સાણંદ, મકરબા, સરખેજ, એસજી હાઇવે, એસ.પી. રીંગ રોડ, મકરબા, જીવરાજ પાર્ક, વસ્ત્રાપુર, કોમર્સ છ રસ્તા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં કુલ 74 નવા સીસીટીવી લગાવવામાં આવશે. 

ટ્રાફિક-બી: નરોડા, ચામુંડા બ્રીજ, જમાલપુર, આરટીઓ, ચિમનભાઈ પટેલ બ્રીજ અને પ્રેમ દરવાજા વિસ્તારમાં 12. 

ટ્રાફિક-સી: નાના ચિલોડા, દહેગામ રીંગ રોડ, કરાઈ કટ, નરોડા બેઠક ત્રણ રસ્તા વિસ્તારમાં 7. 

ટ્રાફિક-ડી: જશોદાનગર, એક્સપ્રેસહાઇવે, સીટીએમ, રાજેન્દ્રપાર્ક, વિરાટનગર, ઠક્કરનગર, દાસ્તાન સર્કલ આસપાસના વિસ્તારમાં 11 સ્થળોએ સ્માર્ટ સીટી કેપ્ચર કેમેરા લગાવાશે.

અમદાવાદમાં સલામતી માટે વધુ 106 AI આધારિત CCTV ગોઠવાશે, હાલમાં 5400 સર્વેલન્સ 2 - image

Tags :