Get The App

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ

કવાંટનો સપ્લાયર વોન્ટેડ : દારૃની ૧૩૧ બોટલ કંપાઉન્ડમાંથી કબજે

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ 1 - image

વડોદરા,આજવારોડ નેહરૃચાચા નગરમાં વિદેશી દારૃ વેચતી મહિલાને પીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પીસીબી પોલીસને  માહિતી મળી હતી કે, આજવારોડ કમલાનગર નજીક નેહરૃચાચા નગરમાં રહેતી દિપીકા મયૂરભાઇ ખાવરીયા તેના મકાનની સામે બંધ  હાલતમાં પડેલા મકાનમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખીને વેચાણ કરી રહી છે. જેથી, પીસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દિપીકાબેન મળી આવ્યા હતા. પોલીસે કંપાઉન્ડમાંથી દારૃ બિયરની ૧૩૧ બોટલ કિંમત રૃપિયા ૩૧,૬૨૦ ની કબજે કરી છે. પોલીસે દારૃ ક્યાંથી લાવવામાં આવ્યો, તે અંગે પૂછતા મહિલાએ જણાવ્યું હતું કે, કવાંટનો જુવાનસિંહ રાઠોડ નામનો શખ્સ  આપી જાય છે. જેથી,પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.