For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉધના-બી ઝોનના વિભાજન સાથે સચિન, કનકપુર પાલિકા કચેરીમાં વિભાગો શરૃ થશે

Updated: Sep 14th, 2021

Article Content Image

બી ઝોનમાં સમાવિષ્ટ ગામોની વસ્તીને ધ્યાને રાખી વહીવટી ભવનનું આયોજનઃ એ ઝોનમાં 8.22 લાખ, બી ઝોનમાં 2.35 લાખ વસ્તી

                સુરત

સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણ બાદ ઉધના ઝોનમાં અનેક ગામોનો સમાવેશ થયા ંબાદ ઉધના ઝોનના વિભાજન કરવામા આવ્યું છે. નવા ઝોનના લોકોને તાત્કાલિક જાહેર સુવિધા મળે તે માટે વહિવટી ભવન માટે  સચીન અને કનકપુર નગર પાલિકાની કચેરીમાં વિવિધ વિભાગ શરૃ કરવાનું આયોજન કરાયું છે.

મ્યુનિ.ના હદ વિસ્તરણ બાદ ઉધના ઝોનનો વિસત્રા 90.545 ચો.કી. મી. વિસ્તારમાં છે અને 10.58 લાખની વસ્તી છે.  ઉધના ઝોનમાં 20 એસેસમેન્ટ વોર્ડ, 17 આરોગ્ય વોર્ડ,  16 સેન્સેક્સ વોર્ડ અને સાત ઈલેક્શન વોર્ડ નો સમાવેશ થાયછે અને હાલમાં ઉધના ઝોનમાં 28 કોર્પોરેટરો છે. ઉધના ઝોનના વિભાજનમાં એ ઝોનમાં ખટોદરા, ઉધના, બમરોલી, પાંડેસરા, ભેદવાડ, ભેસ્તાન અને વડોદ મળી 35.122 ચો.કી. મી, થાય છે. જ્યારે ઉધના ઝોન બીમાં બુડિયા, જીઆવ, સોનેરી, ગભેણી,  દીપલી, કુંડી, ઉન, તલંગપોર, સચીન, કનકપુર, કનસાડ, ઉંબેર, પાલી, પારડીૃ-કણદે, મળુ કુલ 55.423 ચો.કી.મી. વિસ્તાર થાય છે.

ઝોન એ માં અંદાજીત વસ્તી 8.22 લાખ જ્યારે બી ઝોનની વસ્તી 2.35 લાખ છે. આ વિસ્તારમાં ભવિષ્યમા વસ્તીમાં પણ વધારો થશે. નવા વિસ્તારમાં નાગરિકોને તાત્કાલિક જાહેર સુવિધા મળે અને વહિવટી સરળતા રહે તે માટે કનકપુર કનસાડ નગર પાલિકાની હયાત બિલ્ડીંગની કચેરીમા આરોગ્ય વિભાગ અને ટેકનીકલ વિભાગ અને સચીન નગર પાલિકાની હયાત બિલ્ડીંગમાં આકારણી અને વેરા વસુલાત, પ્રોફેશનલ ટેક્સ, હિસાબિ વિભાગ તથા મહેકમ વિભાગની કચેરી શરૃ કરાશે. તે માટે સ્થાયી સમિતિની મંજુરી માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

Gujarat