For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પશ્ચિમ રેલવે સુરત અને મડગાંવ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, ટ્રેનનું બુકિંગ 6 માર્ચથી શરૂ થશે

Updated: Mar 5th, 2022

પશ્ચિમ રેલવે સુરત અને મડગાંવ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, ટ્રેનનું બુકિંગ 6 માર્ચથી શરૂ થશે

પ્રતિનિધિ દ્વારા સુરત, તા.5 માર્ચ 2022 શનિવાર

હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ સુરત અને મડગાંવ વચ્ચે ખાસ ભાડાં પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ટ્રેન (09193/09194) સુરત-મડગાંવ સ્પેશિયલના 2 ટ્રીપ્સ રહેશે.

ટ્રેન (09193) સુરત-મડગાંવ સ્પેશિયલ ગુરુવાર તા. 17મી માર્ચના રોજ સુરતથી 19.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12.30 કલાકે મડગાંવ પહોંચશે. 

એ જ રીતે ટ્રેન (09194) મડગાંવ-સુરત સ્પેશિયલ શુક્રવાર તા. 18મી માર્ચના રોજ 13.40 કલાકે મડગાંવથી ઉપડશે અને બીજા દિવસે 08.35 કલાકે સુરત પહોંચશે.  

 આ ટ્રેન બંને દિશાઓમાં વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ અને કરમાલી સ્ટેશનો પર ઉભી રહેશે.  

આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન (09193) માટે બુકિંગ 6 માર્ચ, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

Gujarat