Get The App

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો 1 - image


Gujarat Rain Forecast: ગુજરાતમાં નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારો વખતે પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 16થી 20 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 16મીએ ડાંગ, તાપી, નવસારી વલસાડમાં વરસાદની સંભાવના છે. 17થી 20 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આમ, દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની સંભાવનાથી લોકોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન ગુજરાતને દ્વારે શિયાળો પણ ટકોરા મારી રહ્યો છે.

આ પણ વાંચોઃ તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય

ગત રાત્રિએ 17.6 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બીજી તરફ નલિયામાં 18.5 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. અમદાવાદમાં 21.1 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રી હતું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહી શકે છે.


Tags :