કાળઝાળ
ગરમીમાં ૯૦ ગામના અરજદાર પરેશાન
બેઠક
વ્યવસ્થાના અભાવે વૃદ્ધો અને મહિલાઓ જમીન પર બેસવા મજબૂર
તંત્રની
બેદરકારી સામે રોષ
પાટડી
- સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે
પાયાની સુવિધાઓના અભાવે અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉનાળાની શરૃઆતમાં
જ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો છે,
ત્યારે દસાડા તાલુકાના ૯૦થી વધુ ગામોમાંથી પોતાના કામ અર્થે આવતા લોકોને
પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.
સેવા
સદનમાં લાખોના ખર્ચે મુકવામાં આવેલા વોટર કૂલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી
અરજદારોને ભરબપોરે બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો વેચાતી લેવાની ફરજ પડી રહી છે.
પાણીની
સમસ્યા ઉપરાંત કચેરીમાં બેઠક વ્યવસ્થાની પણ ભારે અછત છે. પૂરતી ખુરશીઓ ન હોવાને
કારણે દૂર-દૂરથી આવતા વૃદ્ધો,
મહિલાઓ અને સિનિયર સિટીઝનો કચેરીના વરંડામાં નીચે બેસવા મજબૂર બન્યા
છે. વકીલો માટે પણ અલગ બેઠક વ્યવસ્થા ન હોવાથી કામકાજમાં મુશ્કેલી પડી રહી છે. આધુનિક
બિલ્ડિંગ હોવા છતાં સામાન્ય જનતા માટે પીવાનું પાણી અને બેસવાની જગ્યા જેવી
પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન હોતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોની
માંગ છે કે જવાબદાર અધિકારીઓ સત્વરે આ સુવિધાઓ સુનિશ્ચિત કરે.


