નર્મદાના એક આશ્રમના સાધુની કામલીલાનો વીડિયો વાઈરલ, પોલીસમાં અરજી બાદ સાધુ ભૂગર્ભમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada News : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા આશ્રમના સાધુનો એક કથિત વીડિયો વાઈરલ થયો છે. જેમાં સાધુ એક મહિલા સાથે આશ્રમમાં કામલીલી કરતાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એક વ્યક્તિએ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે.
નર્મદાના એક આશ્રમના સાધુની કામલીલાનો વીડિયો વાઈરલ
નર્મદા જિલ્લાના એક સાધુનો કથિત અભદ્ર કામલીલાનો વીડિયો વાઈરલ થતાં સાધુ-સંતના સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ સાધુ આશ્રમમાંથી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો રેતી ખનન બાબતે આંતરિક વિખવાદ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાધુ વિરૂદ્ધ પોલીસમાં કરાયેલી અરજીમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશ્રમના સાધુ દ્વારા ખોટી વિધિ કરાવવી, મહિલાઓ સાથે ગેરવર્તન કરવા સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
પોલીસમાં કરાયેલી અરજી મુજબ, આશ્રમના એક સાધુ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવીને મહિલાને નિસંતાનપણુ દૂર કરવા ખોટી વિધિના બહાને શારીરિક શોષણ કરવામાં આવે છે. જ્યારે આશ્રમના અન્ય ટ્રસ્ટી અને ફરિયાદીએ આ અંગે સાધુને ટોકતા તેઓને જાનથી મારી નાખવાની ધમકી અને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસ સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.









