વાપી GIDCની કંપનીમાં બ્લાસ્ટઃ એક કામદારનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Vapi GIDC Company Blast: વાપી GIDC ની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું મોત નિપજ્યું છે. હાલ, ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ: હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું ઓરેન્જ એલર્ટ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વાપી GIDCમાં સોમવારે અમોલી ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ કંપનીના ડ્રાયર પ્લાન્ટમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના હાઇકોર્ટમાં રજાના દિવસે સુનાવણી હાથ ધરાઇ, ચંડોળા ડિમોલિશનને લીલીઝંડી
આગ લાગવાનું કારણ અકબંધ
ઘટના બાદ મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, હજુ સુધી આ મામલે બ્લાસ્ટ થયાનું કારણ કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું.