સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ: હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું ઑરેન્જ ઍલર્ટ
Gujarat Weather Update: ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમીનો પારો સાતમા આસમાને છે. એવામાં 46 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 133 વર્ષ જૂનો રૅકોર્ડ તૂટ્યો છે. જોકે, રાજકોટવાસીઓને હજુ રાહત નહીં મળે. કારણ કે, હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના હાઇકોર્ટમાં રજાના દિવસે સુનાવણી હાથ ધરાઇ, ચંડોળા ડિમોલિશનને લીલીઝંડી
સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો ઍલર્ટ
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સાથે રાજકોટમાં ઑરેન્જ ઍલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29 એપ્રિલ) રાજકોટમાં ઑરેન્જ ઍલર્ટ છે. જ્યારે કચ્છ-મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વડોદરાના કારેલીબાગમાં પાકિસ્તાની ઝંડાના પોસ્ટર રોડ પર લગાવતા હોબાળો : પોલીસે આવી હટાવ્યા
આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
30 એપ્રિલે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળશે. કારણ કે, બુધવારે પણ રાજકોટમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના ત્રણ જિલ્લા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 5 મે સુધી રાજ્યમાં હીટવેવનું કોઈ ઍલર્ટ નથી.