Get The App

વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ : મગરનું સૂર્ય સ્નાન 1 - image

Vadodara Gotri Lake : વડોદરા શહેરમાં આવેલા તળાવોની યોગ્ય સફાઈના અભાવે પાણીમાં સમયાંતરે જંગલી વેલા ઊગી નીકળતા હોય છે, ત્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં પણ આવી જ રીતે જંગલી વેલા ઊગી નીકળ્યા છે. પરિણામે સમગ્ર તળાવનું પાણી જંગલી વેલાથી ઢંકાઈ ગયું છે. જ્યાંથી પસાર થતી વખતે તળાવના પાણીમાં જાણે કે લીલી ચાદર ઢાંકી હોય તેવો ભાસ થાય છે. આ તળાવમાં મગરો પણ વાસ કરી રહ્યા છે. આમ છતાં જંગલી વેલાને પાર કરીને તળાવના પાણીમાંથી મગર બહાર આવી બિન્દાસ રીતે સન બાથ કરતો જોવા મળ્યો હતો.