વડોદરા: તરસાલીમાં ત્રાટકેલા તસ્કરો 1.95 લાખની મત્તા ચોરી કરી ફરાર

વડોદરા, તા. 22 જાન્યુઆરી
વડોદરાના તરસાલીમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી કુલ રૂ, 1.95 લાખની મતા ચોરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મીનાક્ષીબેન પટેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેમજ તેમના પતિ ભરૂચ ખાતે સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. જેથી તેઓ ઉમરલા ખાતે રહેતા હતા અને શનિ રવિ વડોદરા આવતા હતા. ગત તા. 20 જાન્યુઆરીના રોજ મીનાક્ષીબેનની નાઇટશિફ્ટમાં નોકરી હોવાથી તેઓ મકાનને તાળું મારી નોકરી ઉપર ગયા હતા. બીજા દિવસે સવારે નોકરી પતાવી ઘરે પરત ફરતા ચોરીની જાણ થઈ હતી. તપાસ કરતા બેડરૂમમાં માળિયા યપર સ્ટીલના ડબ્બામાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રૂ. 60,000 મળી કુલ રૂ. 1.95 લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી તેમણે બનાવ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




