Get The App

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ 1 - image


Vadodara Student Develop Solar Powered Army Uniform: ગુજરાતના વડોદરમાં રહેતી 21 વર્ષીય ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થિની ખુશી પઠાણે ભારતીય સૈનિકો માટે સૌર ઊર્જાથી ચાલતી અનોખી વર્દી તૈયાર કરી છે. પોતાના રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ ખુશીએ આ વર્દી બનાવી છે. આ ખાસ વર્દીની મદદથી સૈનિક ન ફક્ત પોતાના ઉપકરણોને ચાર્જ કરી શકશે પરંતુ, તેની મદદથી દર વખતે પોતાના યુનિટ સાથે જોડાઈ રહેવામાં પણ મદદ મળશે. 

આ પણ વાંચોઃ ખેડામાં નકલી PSI બની નાણાં પડાવનાર LRD કર્મચારી સસ્પેન્ડ, પોલીસે હાથ ધરી ખાતાકીય તપાસ

6 મહિનામાં બનાવી ખાસ વર્દી

ખુશીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ખાસ વર્દી પર કામ કરવાનું શરૂ કર્યું અને છ મહિનાની મહેનત બાદ ડિઝાઇન પૂરી કરી. આ વર્દીને ડિઝાઇન કરતા પહેલા તેણે 10-12 સામાન્ય લોકો અને ચારથી પાંચ સેવારત અધિકારીઓનું માર્ગદર્શન પણ લીધું હતું. 

વડોદરાની 21 વર્ષની વિદ્યાર્થિનીએ બનાવી સોલાર પાવરથી ચાલતી વર્દી, સૈનિકોને આ રીતે થશે મદદરૂપ 2 - image

આ પણ વાંચોઃ જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

નોંધનીય છે કે, ખુશીની આ ખાસ ઊર્જા ઉત્પન્ન કરતી વર્દીમાં વાયર માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. જેનાથી વર્દી હલકી અને લવચક બને છે અને તેની સૈન્ય ગરિમા પણ જળવાઈ રહે છે. આ વર્દી હાલ પરીક્ષણના તબક્કામાં છે. તેની આશા છે કે, ભારતીય સેના તેના આ ઇનોવેશનને અપનાવે. 

Tags :