Gujarat
વડોદરા પોલીસે ગુનામાં કબજે કરેલી 32 લાખની ચીજ વસ્તુઓ લોકોને પરત કરી
By GS TEAM
29 Nov 20251 min read
વડોદરા શહેર પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજી જુદા જુદા ગુનાના કામમાં કબજે લીધેલી 32 લાખની મતા લોકોને પરત કરવામાં આવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા શહેર પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજી જુદા જુદા ગુનાના કામમાં કબજે લીધેલી 32 લાખની મતા લોકોને પરત કરવામાં આવી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેર પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજી જુદા જુદા ગુનાના કામમાં કબજે લીધેલી 32 લાખની મતા લોકોને પરત કરવામાં આવી હતી.
શહેરના ડીસીપી ઝોન-1 ના લક્ષ્મીપુરા, જવાહર નગર, ગોરવા સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી, ચિલઝડપ જેવા ગુનાઓ ડિટેક્ટ કરી પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ દાગીના સહિતની ચીજ વસ્તુઓ કબજે કરવામાં આવી હતી.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સાયબર ફ્રોડના 10.19 લાખ, 4 વાહન, 13 મોબાઇલ, રોકડા રૂ.9.99 લાખ તેમજ અન્ય ચીજ વસ્તુઓ ફરિયાદીઓને પરત કરવામાં આવી હતી.