Gujarat

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત

By GS TEAM
8 Jan 20261 min read
TukuTouch Logo
સંસ્કારી નગરી વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે આજે એક બેફામ બનેલા આઈસર ચાલકે કાળો કેર વર્તાવ્યો હતો. પૂરઝડપે આવી રહેલા આઈસરે બે ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલરને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બેફામ આઈસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા, એકનું મોત

Accident at Vadodara Airport Circle: સંસ્કારી નગરી વડોદરાના એરપોર્ટ સર્કલ પાસે આજે એક બેફામ બનેલા આઈસર ચાલકે કાળો કેર વર્તાવ્યો હતો. પૂરઝડપે આવી રહેલા આઈસરે બે ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલરને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.


બુલેટ ચાલકનો આબાદ બચાવ, અન્ય એક ગંભીર

અકસ્માત એટલો ભયાનક હતો કે ટુ-વ્હીલરના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. જોકે, આ ઘટનામાં એક બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો હતો, જેને કુદરતી કરિશ્મા માનવામાં આવી રહ્યો છે. અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ટ્રાફિકજામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને પગલે એરપોર્ટ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ હરણી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

અકસ્માત સર્જીને આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. હરણી પોલીસે ગુનો નોંધીને ફરાર આઈસર ચાલકની શોધખોળ તેજ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.