Get The App

વડોદરાના જાંબુઘોડા પાસે પીકઅપ ડાલાની ટક્કરે પિતા-પુત્રનું મોત, પત્નીની હાલત ગંભીર

Updated: Apr 26th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના જાંબુઘોડા પાસે પીકઅપ ડાલાની ટક્કરે પિતા-પુત્રનું મોત, પત્નીની હાલત ગંભીર 1 - image

Vadodara Crime: બાડેલી નેશનલ હાઇવે પર જાંબુઘોડા તાલુકાના જબાણ ગામ પાસે વહેલી સવારે ટુ-વ્હીલર અને પીકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે વ્હીકલ પર સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યું અને પત્ની ઈજાગ્રસ્ત થઈ હતી. હાલ, ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ પણ વાંચોઃ વડોદરાના નવીધરતી વિસ્તારમાં પાર્કિંગના મુદ્દે તકરાર કરી વાહનોની તોડફોડ કરનારને પોલીસે પાઠ ભણાવ્યો

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, વડોદરાના જબાણ ગામે કબીર ફળિયામાં રહેતા હરજીવન બારીયા ગઈકાલે ભાટ ગામે તેમના ભાણેજના લગ્નમાં મામેરૂ લઈને ગયા હતાં. લગ્ન પૂરા થતા તે પોતાના મોટા દીકરા આર્યન અને પત્ની કૈલાશબેન સાથે વહેલી સવારે ટુ-વ્હીલર પર પોતાના ગામમાં પરથત ફરી રહ્યા હતાં. ત્યારે રસ્તામાં પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને ટુ-વ્હીલરને અડફેટે લીધી હતી. ત્યારબાદ ત્રણેય રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં બંને પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને પત્ની કૈલાશ બહેન ગંભીર ઈજાગ્રસ્ત થયા હતાં. 

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના 48 કલાકમાં દેશ છોડવાના આદેશના પગલે હાલારમાંથી 34 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત

પોલીસે હાથ ધરી તપાસ

હાલ કૈલાશબહેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકોને હાલ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જાંબુઘોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.