Vadodara : વડોદરાના નવીધરતી વિસ્તારમાં રાત્રે પાર્કિંગના મુદ્દે તકરાર થયા બાદ વાહનોની તોડફોડ કરનાર માથાભારે યુવકને પોલીસે પાઠ ભણાવતા તેણે કાન પકડીને માફી માગી લીધી.
નવી ધરતી વિસ્તારમાં પાર્કિંગ બાબતે તકરાર થયા બાદ એક યુવકે અર્ધનગ્ન અવસ્થામાં ગાળાગાળી કરી છૂટા હાથની મારામારી કરી હતી. ત્યારબાદ યુવકે ત્રણથી ચાર વાહનો તોડફોડ કરી હતી.
બનાવને પગલે કારેલીબાગ પોલીસે કેતન રાણા નામના યુવકની અટકાયત કરતા તેણે પોલીસ સ્ટેશનમાં કાન પકડીને માફી માગી હતી.


