Pakistani Migrants in Jamnagar : જમ્મુ કાશ્મીરના પહલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ જે કોઈ કારણસર પાકિસ્તાની નાગરિકો ભારત આવ્યા છે, તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં લોંગ ટર્મ વીઝા ધરાવતા 438 પાકિસ્તાની નાગરિકો અને શોર્ટ ટર્મ વિઝા ધરાવતા 07 પાકિસ્તાની નાગરિકો હાલ ગુજરાતમાં ઉપસ્થિત છે. જેમાં લોંગ ટર્મ વાળા 31 પાકિસ્તાની નાગરિકો જામનગર અને ત્રણ નાગરિકો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોવાની વાત સામે આવી છે.
પહેલગામ હુમલા બાદ અને કેન્દ્ર સરકારના કડક વલણને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા કેટલાક પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,જેમાં ભરૂચમાં શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર રોકાયેલા એક પાકિસ્તાની મહિલા નાગરિકને અટારી બોર્ડર ખાતે મોકલી આપી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.


