Get The App

6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ 1 - image


Vadodara News: ગુજરાતના વડોદરામાંથી સામૂહિક આપઘાતના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પમ્પના માલિકે પત્ની, બે દીકરા તેમજ એક દીકરી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં પરિવાર જાતે જ હોસ્પિટલમાં દાખલ થઈ જતા જીવ બચી ગયો હતો. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, વડોદરાના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પમ્પના માલિક 52 વર્ષીય સુભાષ નંદેસરી, તેમની 49 વર્ષીય પત્ની, 23 વર્ષીય દીકરો અને 17 વર્ષની દીકરી તેમજ 5 વર્ષના દીકરા સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં ઉલટી થઈ જતા પરિવાર જાતે જ સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. સમયસર હોસ્પિટલ પહોંચી જવાના કારણે તેમનો જીવ બચી ગયો હતો. 

આ પણ વાંચોઃ વડોદરાના શિવભક્તનું બાબા અમરનાથની ગુફા પાસે બ્રેન સ્ટ્રોકથી નિધન, આજે પાર્થિવ દેહ વતન લવાશે

દેવુ વધી જતા કર્યો આપઘાતનો પ્રયાસ

આપઘાતના પ્રયાસ વિશે પેટ્રોલ પમ્પના માલિકે જણાવ્યું હતું કે, અમારી બેન્ક લોન ચાલે છે અને ખૂબ જ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.  

આ પણ વાંચોઃ જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ

પોલીસે આપી માહિતી

આ બાબતે પોલીસે જણાવ્યું કે, પરિવાર સાથે આપઘાત કરનાર સુભાષ નંદેસરીનો જીઆઇડીસીમાં પેટ્રોલ પમ્પ હતો. આ પેટ્રોલ પમ્પના માટે 6 કરોડનું દેવું થઈ ગયું. પેટ્રોલ પમ્પ ચલાવવા માટે બેન્ક પાસેથી લોન લીધી હતી આ સિવાય સગા સંબંધી પાસેથી પણ પૈસા લીધા હતા. 


Tags :