Gujarat

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા

By GS TEAM
2 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન અડીંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરીને દબાણો દૂર કરાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા

વડોદરા કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન અડીંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરીને દબાણો દૂર કરાયા હતા. 

એપીએમસી માર્કેટ આજવા બાયપાસ પાસે કચરો ફેંકતા ટ્રક ડ્રાઈવર પાસેથી દંડ વસુલ કરી એક આઇસર ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો. આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડીથી કેનાલ સુધી અને વડોદરા સ્ટ્રક્ચર પાસેના શેડ દૂર કરાયા હતા. ઉપરાંત વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે અને સર્વિસ રોડ પરથી શ્રમિકોને હટાવવામાં આવ્યા હતા. વોર્ડ નં. 10ના ભાયલી કૃત્રિમ તળાવ પાસે તથા વોર્ડ નં. 8ના ઇલોરા પાર્ક ત્રણ રસ્તા પાસે પણ લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરી દબાણ દૂર કરાયા હતા.