Gujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં મિલકતોની રીવીઝન આકારણીની કામગીરી શરૂ

By GS Team
22 Jan 20221 min read
This article was originally published on 22 Jan 2022
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં મિલકતોની રીવીઝન આકારણીની કામગીરી શરૂ

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર નંબર 6, 10 અને 11 માં તમામ મિલકતોની રિવિઝન આકારણી કરવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં ચાર ઝોન છે અને દર ચાર વર્ષે એક ઝોનની  રીવિઝન આકારણી કરવામાં આવે છે. છેલ્લે કોર્પોરેશને 2016માં રિવિઝન આકારણી કરી હતી, એ પછી તમામ મિલકતોનું જીઆઇએસ કરવામાં આવ્યું હતું.  

ગયા વર્ષે કોરોના મહામારી ને કારણે આ આકારણીની કામગીરીની મુલતવી રાખવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા આશરે સવા બે લાખ આપવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં તારીખ 20 થી શરૂ કરાયેલી કામગીરીમાં આશરે 25 લોકોને કામે લગાડવામાં આવ્યા છે અને મિલકતોની આકારણી કરશે. રહેણાક મિલકતો માં કરેલું વધારાનું બાંધકામ, રહેણાંકમાંથી ધંધાદારી મિલકત તબદીલ, નવા બંધાયેલા બાંધકામો, રહેણાક મિલકતો ભાડે અપાઈ હોય તે, હેતુ ફેર વગેરે મુદ્દાઓ ધ્યાનમાં રાખીને રીવિઝન આકારણી કરાશે. 

રીવિઝન આકારણી કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકત વેરાની આવકમાં પણ વધારો થાય છે. પશ્ચિમ ઝોનની રીવીઝન આકારણી પૂર્ણ થયા બાદ આવતા વર્ષે ઉત્તર ઝોન એ પછી દક્ષિણ અને પૂર્વ ઝોનમાં આ કામગીરી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે મિલકતવેરાની આવકનો ટાર્ગેટ 480 કરોડ છે. જેમાંથી આશરે 400 કરોડ જેટલી આવક મળી ચૂકી છે.