વડોદરા મ્યુ.કોર્પોરેશને સફાઈ અભિયાન હાથ ધરી તળાવોમાંથી વેલા અને કચરો દૂર કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની યાંત્રિક શાખા દ્વારા શહેરના વિવિધ તળાવોમાં ઉગી નીકળેલા વેલા અને તળાવની આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે.
તળાવોની સૌંદર્ય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વીડ હાર્વેસ્ટર જેવી મશીનો દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનામાં સમા, ઘાઘરેટીયા, કરોડીયા અને ગોરવા તળાવોમાં વિશાળ સ્તરે સફાઈનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સમા તળાવમાંથી 175 ટન, ઘાઘરેટીયા તળાવમાંથી 450 ટન, કરોડીયા તળાવમાંથી 500 ટન અને ગોરવા તળાવમાંથી 225 ટન વેલા અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. આમ, એક મહિનામાં કુલ 1,350 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો.








