ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી?

Gujarat Rain Forecast: સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચોઃ કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય
ચાર દિવસની આગાહી
શનિવારે (25 ઓક્ટોબર) વહેલી સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીમાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 175, જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી, વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ખેડૂતોને નુકસાન
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના ઘારી અને ખાંભા પંથકમાં માવઠું થયું છે. ખાંભા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, તો ઘારીના ત્રંબકપુર અને ગોંવીદપુર ગામમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા તાલુકાના દિવાના સરાકડિયા, નાનુડી, દાઢીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. એવામાં મગફળી, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે.

