કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય

કપડવંજ : કપડવંજમાં સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ તથા ૫૦ લાખનું જનરેટર વસાવેલું છે. છતાં દર બીજા દિવસે પાણી આવે છે, સ્ટ્રીટ લાઈટ વારંવાર બંધ રહેતા અકસ્માતનો ભય રહેલો છે. પીવાની નવી પાઈપલાઈન થતા બે લાઈનના કારણે રોજ પાણી પુરું પાડી શકાય તેવી સ્થિતિ થઈ શકી છે. મોડાસા રોડ પર જીઆઈડીસી પણ મૃત હાલતમાં હોય તેમ ગણતરીના યુનિટ જ કાર્યરત્ છે. કપડવંજમાં ચારે બાજુ રોડ રસ્તા ઉપર ખાડાંનું જ સામ્રાજ્ય છે. છતાં તંત્ર ખાડાં પૂરવા તસ્દી લેવા તૈયાર નથી. કપડવંજ શહેર આડેધડ બાંધકામ, પાર્કિંગના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે.
ત્યારે પોલીસ નગરની બહાર હપ્તા વસૂલવામાં વ્યસ્ત હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કપડવંજ સાથે રાજકીય આગેવાનો દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાનું લોકો કહી રહ્યા છે.

