વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વિરમગામ : વિરમગામના પૂર્વ ધારાસભ્ય, સહકારી આગેવાન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, એડીસી બેંકના ડિરેક્ટર, દિવ્ય જ્યોત વિદ્યાવિહારના પૂર્વ પ્રિન્સિપાલ વજુભાઈ પરમાભાઈ ડોડીયા (ઉં.વ.૭૫)નું દિવાળીની રાત્રે ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. સદગતનું બેસણું શનિવારે તેમના નિવાસસ્થાન મંગલમ સોસાયટી ખાતે રાખવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતાઓ અને હોદ્દેદારો, શહેરીજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વજુભાઈ ડોડીયાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વજુભાઇ ડોડિયાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

