For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિટવેવ એકશન પ્લાન અંતર્ગત મ્યુનિસિપલ હોસ્પિટલમાં હિટ રીલેટેડ કેસ માટે અલાયદી વ્યવસ્થા

શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા

Updated: Mar 28th, 2024

     હિટવેવ એકશન પ્લાન અંતર્ગત  મ્યુનિસિપલ હોસ્પિટલમાં હિટ રીલેટેડ કેસ માટે અલાયદી વ્યવસ્થા  

 અમદાવાદ, ગુરુવાર,28 માર્ચ, 2024

ઉનાળાની કાળઝાળ ગરમીએ પ્રકોપ બતાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટવેવ એકશન પ્લાન અંતર્ગત કામગીરી શરુ કરાઈ છે.મ્યુનિ.સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રીલેટેડ ઈલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા છે.

શહેરમાં આવેલા ૨૮૦થી વધુ નાના-મોટા બગીચા રાત્રિના ૧૧ કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે.તમામ બગીચા ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ના બસસ્ટોપ ઉપર પીવાના પાણીની અને ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.આગામી સમયમાં શહેરમાં મહત્તમ પાણીની પરબ શરુ કરવામાં આવશે.શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ.સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.અતિશય ગરમીથી બચવા મ્યુનિ.તંત્રે વધુ પ્રમાણમાં પાણી,છાશ જેવા પ્રવાહીનુ સેવન કરવા, લાંબો સમય તડકામાં ના રહેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળે સમયાંતરે આરામ કરવા તથા નાના બાળકો,વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

હિટ સ્ટ્રોક લાગવાના લક્ષણ કયા-કયા?

ગરમીની અળાઈ,ખુબ પરસેવો થવો અને અશકિત લાગવી, ચકકર આવવા, ચામડી લાલ અને સુકી થઈ જવી, ઉબકા ઉલટી થવી વગેરે.

Gujarat