Gujarat

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે

By GS TEAM
7 Nov 20252 mins read
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામેથી પસાર થતી નદીમાં બેફામ રેતી ચોરી- ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખ્યોે

ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખતા લોકોને સાત કિલોમીટરનો ફેરો

ખનીજ ચોરી અંગે તંત્રને રજૂઆત કરે તો અધિકારીઓ અરજદારની જાણકારી આપી દેતા ભૂમાફિયાઓ મારપીટ કરતા હોવાનો આક્ષેપ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામની નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ભૂમાફિયાઓએ રસ્તો ખોદી નાખતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેય અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરતા કામગીરી સામે ઉઠયા સવાલો છે.

ધુ્રમઠ ગામની નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રેતી ચોરીનો કારોબાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. માથાભારે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે રેતીના ખનન અને વહન માટે આખો રસ્તો ખોદી નાખ્યો છે. આથી ગ્રામજનોને અને ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે અંદાજે ૦૭ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આ અંગે કોઈ નાગરિક વિરોધ કરે તો ભૂમાફિયા ધમકી આપી દાદાગીરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જો કોઈ સ્થાનિક રહીશ ખનિજ ચોરી બાબતે તંત્રને રજૂઆત કરે તો રેઇડ કરવાને બદલે ભૂમાફિયાઓ સુધી રજુઆત કરનારની જાણકારી આપી દેતા ભૂમાફિયાઓ મારપીટ કરી ધમકી આપતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ધુ્રમઠ ગામની નદીમાં ગેરકાયદે રેતી ચોરીથી ગ્રામજનો પણ ત્રાસી ચુક્યા છે ત્યારે હવે સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી તથા જિલ્લા ખાણ ખનિજ વિભાગ સહિતના તંત્રને ખનિજ ચોરી બાબતે મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.