Gujarat

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વુલ્ફના બે બચ્ચા નવા મહેમાન બન્યા

By GS Team
17 Jan 20241 min read
This article was originally published on 17 Jan 2024
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વુલ્ફના બે બચ્ચા નવા મહેમાન બન્યા

- સરથાણા નેચર પાર્ક માં એશિયાઈ વરુ ( વુલ્ફ)નું સફળ બ્રિડીંગ 4 જાન્યુઆરીએ બે બચ્ચાનો જન્મ થયો 

સુરત,તા.17 જાન્યુઆરી 2024,બુધવાર

સુરતના લોકોને  પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને  લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક માં વુલ્ફ ના બે બચ્ચા નવા મહેમાન બન્યા છે જે આગામી દિવસોમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. 

સુરતના લોકોને  પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને  લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક માં એનિમલ  એક્ષચેન્જ સ્કીમ હેઠળ જુલાઈ મહિનામાં જયપુર જુઝુ થી વુલ્ફ ની જોડી લાવવામા આવી હતી.. આ જોડીનું સફળ બ્રિડીંગ થયું છે.  અગાઉ જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ મેળવેલ હતી અને એને ક્વૉરન્ટીન સમય માટે અલગ પાંજરામાં રાખવામાં આવેલ ત્યાં જ એનું પ્રજનન થઈ ગર્ભવતી હોવાનું જણાઇ આવ્યું એને તાત્કાલિક વરૂ માટે બનાવેલ નવા પાંજરા માં શિફ્ટ કરવામાં આવેલ જેમાં બે બચ્ચાને કૃત્રિમ બખોલમાં જન્મ આપ્યો છે. હાલ આ બચ્ચા દેખરેખ હેઠળ છે અને થોડા સમય બાદ તે લોકોને નિહાળવા માટે ખુલ્લું મુકવામાં આવશે.