Get The App

જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના જોડીયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ 1 - image

Jamnagar Accident : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

 જોડીયા નજીક કેશિયા ગામ પાસે અકસ્માતનો પ્રથમ બનાવ બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા રફિકભાઈ પિંજારા (ઉંમર વર્ષ 58) કે જેઓને જી.જે 10 સીજી 5267 નંબરની કારના ચાલાકે હડફેટમાં લઈ લેતા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો બીજો બનાવ જોડિયા નજીક ખીરી ગામ વચ્ચે બન્યો હતો. ત્યાંથી બાઈક પર જઈ રહેલા સેધાભાઈ વાઘજીભાઈ ભાભર નામના પરપ્રાંતિય શ્રમિકને પુર ઝડપ આવી રહેલી જી.જે.05 સી.એમ 9849 નંબરની કારના ચાલકે હડફેટમાં લેતા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જોડીયા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.