Gujarat

જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

By GS TEAM
24 Jan 20261 min read
TukuTouch Logo
જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરીની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ ગુનાનો ભેદ ઉકલી નાખ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

Jamnagar Theft Case : જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરીની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ ગુનાનો ભેદ ઉકલી  નાખ્યો છે.

એલસીબી.ના પો.ઇન્સ.ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના એલ.સી.બી.ના પો.સ.ઈ. તથા પો.સ.ઈ. તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા, દરમ્યાન સ્ટાફને મળેલ બાતમીના આધારે જુનાનાગના ગામની સીમ બંધ રેલ્વે ફાટક પાસે બેટરીની ચોરી કરનાર આરોપીઓ    ખીમજીભાઈ અરજણભાઈ છીપરીયા (નવાગામ ઘેડ મધુરમ સોસાયટી ટાવરની બાજુમાં જામનગર) અને ઘેલુભાઈ ઉર્ફે રફલો દેવાભાઈ જોગસવા (રહેવાસી નવાગામ ઘેડ શંકરના મંદિર પાછળ જામનગર)ને ઝડપી લીધા હતા અને રૂપિયા 20 હજારની કિંમતની બે નંગ ચોરી કરેલી બેટરી કબજે કરી હતી. આરોપી ઘેલુભાઈ ઉર્ફે રફલો દેવાભાઈ જોગસવા વિરૂધ્ધ જામનગરના સીટી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છ ગુના દાખલ થઈ ચૂક્યા છે.