Gujarat

ધારેવાડા નજીક રોન્ગ સાઈડથી આવતી કારે બીજી કારને ટક્કર મારતા બેના મોત

By GS Team
27 Oct 20191 min read
This article was originally published on 27 Oct 2019
ધારેવાડા નજીક રોન્ગ સાઈડથી આવતી કારે બીજી કારને ટક્કર મારતા બેના મોત

સિધ્ધપુર તા.26 ઓક્ટોબર 2019, શનિવાર

સિદ્ધપુર હાઇવે ધારેવાડા નજીક એક ગાડી રોંગ ચાઇડ રોડ પર ડિવાઇડર કુદી સામે આવતી ગાડી સાથે જોરદાર ટકરાતા ગાડીમાં બેસેલ ૨ના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ૩ ઘાટલ થતા તેમાંથી ૨ને પાલનપુર તેમજ ૧ ને મહેસાણા ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.

સિદ્ધપુરમાં આજે કાળી ચૌદસ કાળ મુખી સાબિત થઇ છે. જેમાં આજરોજ બપોરના સુમારે મૂળ કાકોશીના અને હાલ પાનલનપુર રહેતા હર્ષદ ભાઇ પંચાલ અને બીજા ૩ જણા ગાડી લઇને જઇ રહ્યા હતા. જ્યારે સામેથી પાલનપુર મૂળ બ્રહ્મણવાડા રહેતા હરેશભાઇ ભાનજીભાઇ પટેલ નાઓ ગાડી લઇને આવી રહ્યા હતા. ત્યરે તેઓની ગાડી રોંગ સાઇડ સામેના રોડ પર ડિવાઇડર કુદીને જતા સામે આવતી હર્ષદભાઇની ગાડી સામે જોરદાર ટકરાતા બંને ગાડીનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. જ્યારે આ કસ્માતમાં બે ના મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. જ્યારે ૩ ઘાટલોને સિદ્ધપુર જનરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યારે વધુ સારવાર અર્થે ૨ને પાલનપુર જ્યારે ૧ ને મહેસાણા ખાતે રીફર કરાયા હતા.