મારી સાથે વાત કરી, નહી તો ઘેર આવીને મારીશ શેરખી પીરોદનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ

વડોદરા, તા.12 વડોદરા નજીક શેરખી ગામે પીરોદનગરમાં લગ્ન પ્રસંગ દરમિયાન યુવતીની છેડતી મુદ્દે બે પક્ષો વચ્ચે મારક હથિયારોથી હુમલો થતાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી.
શેરખી પીરોદનગરમાં રહેતી યુવતીએ પ્રતાપસિંહ અર્જુનસિંહ પરમાર
તેમજ ચાર મહિલા સહિત કુલ ૧૧ શખ્સો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી
ફરિયાદમાં જણાવ્યું છે કે હું ગામમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઘેર પરત જતી હતી
ત્યારે પ્રતાપસિંહે મારું મોપેડ રોકી મારો હાથ પકડી મારી સાથે વાતચીત કર નહી તો
હું તને તારા ઘેર આવીને મારીશ, મને કોઇની બીક લાગતી નથી, હું બધા સાથે લડી લઇશ તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે તેની
સાથેના સાગરીતોએ મારા સંબંધી વિશાલ તેમજ પિતા અને પિતરાઇ ભાઇના પણ વાહનો રોકી
તેમના પર લાકડીથી હુમલો કર્યો હતો.
સામા પક્ષે વર્ષાબેન ચન્દ્રસિંહ પરમારે વિશાલ જાદવ અને ત્રણ મહિલાઓ
સહિત કુલ ૧૨ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા કાકી સાસુ સાથે
પીરોદનગર સીમમાં ખુમાનસિંહ મકવાણાની પુત્રીના લગ્નમાં જતા હતા ત્યારે વિશાલ સ્પીડમાં
કાર હંકારી નજીકથી પસાર થતા કાકી સાસુએ બૂમ પાડી કાર ઊભી રાખવા કહ્યું હતું જેથી વિશાલે
કાર ઊભી રાખી આ રોડ તમારો નથી તેમ કહી તે જતો રહ્યો હતો. બાદમાં વિશાલ તેના સાગરીતો
સાથે આવ્યો હતો અને લાકડીઓ અને પીવીસી પાઇપો સાથે હુમલો કરતા મનેતેમજ મારા કાકા સસરા
અને સસરાને ઇજા થઇ હતી.








