Surendranagar

સાયલાના હોળીઘારમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ: ધિંગાણામાં 9 લોકોને ઈજા

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના સાયલા હોળીધારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા જૂથોએ લાકડીઓ, ધોકા અને ધારીયા જેવા હથિયારો વડે હુમલો કર્યો. આ હિંસક મારામારીમાં 9 લોકોને ઈજા થઈ હતી. સાયલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો. 3 ગંભીર ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રીફર કરાયા છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયલાના હોળીઘારમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ: ધિંગાણામાં 9 લોકોને ઈજા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આવેલા હોળીધાર વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જોતજોતામાં બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. ઉશ્કેરાયેલા બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડીઓ, ધોકા અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હિચકારો હુમલો કરી દીધો હતો. આ હિંસક મારામારીની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં બંને પક્ષના થઈને કુલ 9 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે તમામ ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જો કે, ઇજાગ્રસ્તો પૈકી 3 લોકોની તબિયત વધુ ગંભીર જણાતા તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.